કારેલીબાગ રામદેવપીરની ચાલી નજીક આવેલી દ્રષ્ટી ફાયનાન્સની ઓફિસના ઓથા હેઠળ ધમધમતાં આઈપીએલના સટ્ટા બેટીંગના અડ્ડા પર પોલીસે રેડ પાડી ત્રણ ઇસમોને પકડી પાડયા હતા. દ્રષ્ટી ફાયનાન્સની ઓફિસ ચલાવતો રાજેશ ઉર્ફે રાજુ રમેશભાઈ માધવન આઈપીએલની મેચો પર સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. પોલીસને ઓફિસમાંથી મોબાઈલ ફોનમાં સટ્ટાનો હિસાબ કરતાં ઇસમો રાજેશ ઉર્ફે રાજુની સાથે જીતુ કાંતીભાઈ ખીમસુરિયા અને મહેશ કાંતીભાઈ મારવાડી પણ મળી આવ્યા હતો. બંને ઈસમએ પોલીસ સમક્ષ રાજેશે આપેલા આઈ.ડી.ના આધારે મેચો પર સટ્ટો રમતાં હોવાની અને પૈસાનો હિબાસ કરવા અહીં ભેગા થયાં હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસે રાજેશનું લેપટોપ ચેક કરતાં જીગા ઉપાડ નામના ફોલ્ડરમાંથી પહેલા આઈપીએલની મેચો પર રમાયેલા સટ્ટા- બેટીંગનો હિસાબ હતો. તેના મોબાઈલમાંથી પણ સટ્ટાને લગતું સાહિત્ય મળી આવ્યું હતુ. પોલીસે ત્રણેય ઇસમોની અટક કરી લેપટોપ, ૪ મોબાઈલ ફોન અને રોકડા ૧૮,૬૦૦ મળી કુલ રૂ. ૮૪,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.