શહેરમાં જાતિ અપમાનિત કરવાના તેમજ આઇટી એક્ટના ગુનામાં પાછલા પાંચેક વર્ષથી પલાયન ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી માલતિ વિગતો પ્રમાણે પાંચેક વર્ષ પહેલા ઈસમ ઉમેશ ચદ્રકાંત દવે, રહે. મુંબઇવાળા વિરૂધ્ધ જાતિ અપમાનિત કરવાના તેમજ આઇટી એક્ટ હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફોજદારી લખાવાઈ હતી, પરંતુ લાંબા સમયથી ઈસમ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. દરમ્યાન ગત સોમવારના બાતમીના આધારે પોલીસે ઉમેશ દવેની અટક કરી લીધી હતી. અને પાંચ વર્ષ આગાઉના ગુના કામે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.