સાલાપાડા ગામેથી દેશી પિસ્ટલ ૪ કારતૂસ સાથે બે ઇસમો પકડાયા

દાહોદ એસઓજી પોલીસે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાલાપાડા ગામે ત્રણ રસ્તા પરથી નંબર વગરની મોટર સાયકલ પર આવી રહેલા ઉંડાર ગામના રસુલ વીછીયા ભૂરીયા તથા ઝરીખુર્દ ગામના ગોવિંદ ચૂનીયા મેડાને દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એસઓજી પોલીસ સરહદને અડીને આવેલા કતવારા પોલીસ સ્ટેશનની હદના ટાંડા ગામે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન મળેલ બાતમીના આધારે સાલાપાડી ગામે ત્રણ રસ્તા પર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમીમાં જાણવા મુજબના નંબર વગરની બાઇક પર આવી રહેલા ઉંડાર ગામના રસુલ વીંછીયા ભુરીયા તથા ઝરીખુર્દ ગામના ગોવિંદ મુનીયા મેડાની ધરપકડ કરી બંને અંગ પકડી પાડી રસુલ વીછીંયા ભુરીયા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ તથા ચાર જીવતા કારતૂસ પકડી પાડયા હતા અને પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ ચાર જીવતા કારતુસ તથા નંબર વગરની બાઇક જપ્ત કરી અત્રેની કચેરીએ લાવી પુછપરછ હાથ ધરતાં રસુલ વીછીંયા ભુરીયા અગાઉ સંતરામપુર ખાતે ધાડના ગંભીર ગુનાને તેના સાગરીતો સાથે અંજામ આપ્યાની કબુલાત કરી હતી. પોલીસે આ દેશી હાથ બનાવટની પિસ્ટલ કયાંથી લાવ્યા હતા તે અંગેની વધુ પુછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *