કુંજીસર ગામ પાસે બે બાઈક ભટકાતાં: એકનું મોત ,ત્રણ ને ગંભીર ઈજા
copy image

ભચાઉ તાલુકાના કુંજીસર ગામના વળાંક પાસે બે બાઈક ભટકાતાં મેઘપરના કાંતીભાઈ દેશરા શામળીયા (ઉ.વ.44)નું મોત થયું હતું. જ્યારે સામેની બાઈકમાં સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. મેઘપરમાં રહેનાર કાંતી શામળીયા ગત તા.25/7ના રાત્રીના અરસામાં બાઈક લઈને ભચાઉથી મેઘપર જઈ રહ્યા હતા તે કુંજીસર વળાંક પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી આવતી બાઈક ભટકાઈ હતી જેમાં કાંતી શામળીયાને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાતાં આ યુવાને રસ્તામાં છેલ્લા શ્વાસ લીધા હતા. જ્યારે સામેની બાઈક પર સવાર વીભા વાસણ માતા, અણદા પચાણ માતા તથા સંજય પરમારને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે બિપિન કાંતી શામળીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.