આદિપુરમાં યુવતી ઉપર દુષ્કર્મ અંગે પોલીસ ફરિયાદ

copy image

copy image

આદિપુરમાં રહેનાર એક યુવતીને બદનામ કરવાની ધમકી આપી વારંવાર શારિરીક સંબંધ બાંધી યુવતીનું અપહરણ કરી જતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં રહી અભ્યાસ કરનાર 19 વર્ષિય એક યુવતીની સાહેદએ ઓળખાણ આરોપી સોયબ કાસમ સુમરા (રહે. કુનરીયા) સાથે કરાવી હતી અને યુવતીના ફોનથી આ આરોપીને ફોન કરાયા બાદ તેનો ગેરલાભ લઇ આ આરોપી ફરિયાદી યુવતીને વારંવાર ફોન કરતો હતો. જેની ના પાડતા આ  શખ્સે હું તને તથા તારી ભાભીને બદનામ કરીશ તથા મારી નાખવાની ધમકી આપતો હતો. બાદમાં ભોગ બનનાર યુવતીની મરજી વિરુદ્ધ જુદી જુદી તારીખે જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. ગત તા. 26-7ના આદિપુર બસ સ્ટેન્ડે આવી આ શખ્સે યુવતીનો મોબાઇલ પડાવી લઇ તેને બળજબરી પૂર્વક બસમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.