ગઢશીશા વાડી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતાં મોત

Pesticide-poisoning-suicide

copy image

copy image

માંડવી તાલુકાના ગઢશીશા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક છોટા ઉદેપુરના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું સારવાર હેઠળ  મોત  નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ માડવી તાલુકાના ગઢશીશા ગામે કાંતિભાઈની વાડીમાં રહેતા છોટા ઉદેપુરના વતની સુરેશભાઈ મુળજીભાઈ નાયકા નામના ૪૪ વર્ષીય યુવાને રવિવારના  બપોરના એક વાગ્યાના અરસામાં પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેમનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ગઢશીશા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.