આદિપુરમાં મહિલા સહિત ચાર લોકોનો આધેડ ઉપર હુમલો

copy image

copy image

આદિપુરમાં મહિલા સહિત ચાર લોકોએ   આધેડ ઉપર હુમલો કર્યો હતો.  સોનલમાતાજીના મંદિરની પાછળ મણીનગર ઝુપડા વિસ્તારમાં  ગત તા.31/7 ના  સાંજના  5.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.કાંતિભાઈ છગનભાઈ દેવીપૂજકની નોંધાવેલ ફરિયાદ મુજબ ધારીયુ,લાકડી  લઈને આરોપી  પરબત પ્રેમજી દેવીપૂજક, અશ્વિન પરબત દેવીપૂજક, હરેશ પરબત દેવીપૂજક, સુનીતા પરબત દેવીપૂજકેએ હુમલો કર્યો હતો.જેમાં ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના પુત્ર  શંકરની પત્ની અનિતાએ અઢી મહિના પૂર્વ ગળેફાંસો ખાદ્યો હતો. આ બાબતના મન દુ:ખ મુદે આરોપીઓએ હુમલો કર્યો હતો.