ચેક પરત કેસમાં આરોપીને એક વર્ષની કેદ
copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ તથા રૂા. 4.50 લાખનો દંડ ફટકારતો ચુકાદો કોર્ટે આપ્યો હતો. આ કેસની વિગતો ફરિયાદી જિતેન્દ્ર ગોવિંદજી (રહે. ભુજ)એ આરોપી નીતિન શંકરલાલ ભાનુશાલીને મિત્રતા તથા સંબંધે રૂા. ચાર લાખ હાથઉછીના આપ્યા હતા. સામે આરોપીએ ફરિયાદીને ચેક લખી આપ્યો હતો. આ ચેક બેંકમાં જમાં કરવા જતાં પરત ફર્યો હતો. આથી ફરિયાદીએ કેસ દાખલ કરતાં કોર્ટે આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. 4,50,000ના દંડનો હુકમ કર્યો હતો. ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો . દંડની રકમ એક માસમાં ચૂકવી આપવી, જો રકમ આરોપી ન ચૂકવે તો છ માસની વધુ કેદનો હુકમ થયો છે. ફરિયાદીના વકીલ તરીકે કે. એમ. ધુવા, સી. એસ. મહેશ્વરી, દીપક કે. મહેશ્વરી હાજર રહ્યા હતા.