ભુજ આવતા શંકાસ્પદ ત્રણ હજાર કિલો ચોખા સાથે એકની ધરપકડ

copy image

copy image

ભુજ તરફ આવતી બોલેરો ગાડી રોકાવી બાતમીના આધારે એલસીબીએ તેમાંથી શંકાસ્પદ ત્રણ હજાર કિલો ચોખા સાથે શખ્સને ઝડપી પાડતાં માલ મોકલનાર વિંઝાણના શખ્સનું નામ ખુલ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ તેઓને બાતમી મળી હતી કે, એક મહેન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં શખ્સ બિલ કે આધાર-પુરાવા વિના ચોખાનો જથ્થો ભરી ભુજ તરફ વેચાણ માટે આવી રહ્યો છે. આથી બાતમી વાળીને રોકાવી આમદ ગુલામ જત (રહે. નાના લાયજા, તા. માંડવી)ને ચોખાના બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માગતાં તે રજૂ કરી શક્યો નહોતો. આ ચોખા તેને આશિષભાઈ ઠક્કર (રહે. વિંઝાણ)એ ભરી આપ્યા હતા અને ભુજ પહોંચ્યા બાદ તેને ફોન કરવા કહ્યું હતું અને ત્યારે તેને ક્યાં ખાલી કરવાના છે તે કહેશે. એલસીબીએ શંકાસ્પદ ચોખા ત્રણ હજાર કિલો રૂા. 60,000 તથા બોલેરો ગાડી કિં. રૂા. ત્રણ લાખ અને એક મોબાઈલ કિં. 3000ના મુદ્દામાલ સાથે આમદને ઝડપી અને પકડાવાના બાકી ઈસમ આશિષભાઈ દર્શાવી એ-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.