ગાંધીધામ-મીઠીરોહરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઝડપાયા

copy image

copy image

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં અબુબકર પીરની દરગાહ પાછળ જુગાર રમતા છ લોકોની ધરપકડ  કરાઇ હતી, જ્યારે અહીંના જૂની સુંદરપુરી નજીક ત્રણ ખેલીની ધરપકડ કરાઇ હતી. ગાંધીધામ બી-ડિવિઝન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શુક્રવારના  આ કાર્યવાહી કરાઇ હતી. ગંજીપાના વડે જુગાર રમતા જુસબ ઉમર સોઢા, ગની ઇસ્માઇલ ત્રાયા, ફાતમાબેન અબ્દુલ નાઈ, ધનબાઈ હુસેન વાળા, જામીલાબાઇ ઇબ્રાહીમ ત્રાયા તથા જલાબાઈ હારુન ત્રાયાની ધરપકડ કરાઇ હતી. આ લોકો પાસેથી રોકડ 15,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અન્ય એક બનાવમાં પોલીસે અહીંના જૂની સુંદરપુરી નજીક દરોડો પાડીને જુગાર રમતા દશરથભાઈ મૂળજીભાઇ પ્રજાપતિ, રમેશભાઈ દેવારામભાઈ લુહાર અને સુનીલભાઈ લક્ષ્મણભાઇ ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. આ આરોપી પાસેથી રોકડ, મોબાઈલ મળી કુલે રૂપિયા 21,250નો મુદ્દામાલ હસ્તગત  કરાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.