ગાંધીધામમાં પિસ્તોલ અને કાર્ટિસ સાથે શખ્સની ધરપકડ
copy image

ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને પિસ્તોલ અને 16 જીવંત કાર્ટિસ સાથે ઝડપી પાડયો હતો. મીઠીરોહરના ગફુર અલ્લારખા સોઢા નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ ગાંધીધામ કાર્ગો, પી.એસ.એલ. વિસ્તારના મેદાનમાં બેસી કોઇની રાહ જોઇ રહ્યો છે અને તેની પાસે પિસ્તોલ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે મેદાનમાં છાપો મારી આ શખ્સને પકડી પાડયો હતો. તેની પાસેથી યુ.એસ.એ. 7.65 લખેલ પિસ્તોલ તથા પ્લાસ્ટિકની કોથળીમાંથી 7.65 કે.એફ. લખેલા 16 કાર્ટિસ એમ કુલ રૂા.6600નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. તેણે એક મહિના પહેલાં આ અગ્નિશત્ર ગાંધીધામના સતરા હજાર ઝૂંપડા વિસ્તારમાં રહેનાર ગોવર્ધન પાસવાન પાસેથી લીધું હોવાનું ખૂલ્યું હતું.