મિરજાપર હત્યા કેસના આરોપીના જામીન મંજૂર
copy image

નવેક માસ પહેલા પ્રેમ સંબંધમાં નડતરરૂપ બનનારા શખ્સની મિરજાપર પાસે આરોપીએ સાગરીતો સાથે મળી છરી વડે હત્યા કર્યાના બનાવમાં આરોપીના જામીન મંજૂર થયા હતા. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા.8/12/23ના ફરિયાદીએ એવા આક્ષેપવાળી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અમીન સલીમ સૈયદ (રહે. ભુજ)ના પ્રેમ સંબંધમાં મૃતક નડતરરૂપ થતો હતો અને પ્રેમસંબંધને લઈ અવાર-નવાર ઝઘડા થતા હોઈ આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી મરણજનાર સાથે સુખપરમાં લગ્નમાં ગયા હતા અને બહાર સુમસાન જગ્યા પર બોલાવી છરી તથા પથ્થરો વડે મારી હત્યા નીપજાવ્યાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી અમીનની ધરપકડ કરતા તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. આરોપી અમીને સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરતા તેના જામીન મંજૂર થયા છે. આરોપી તરફે વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, આઈ.એ. કુંભાર, ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા.