ભુજમાં વૃદ્ધએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
copy image

ભુજના નરસિંહ મહેતાનગરમાં રહેતા ૮૪ વર્ષિય વૃદ્ધે ઉંમરથી કંટાળી જઈ પોતાના ઘરે ઝેરી દવા પી આપધાત કરી લીધાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ભુજની એકતા સુપરમાર્કેટ પાછળ આવેલા નરસિંહ મહેતા નગરમાં રહેતા ઘનશ્યામભાઈ ઝવેરીલાલ ભટ્ટ નામના ૮૪ વર્ષના વૃદ્ધે ઉંમરના કારણે કંટાળીને હાલીચાળી શકતા નહીં હોવાના કારણે ગત તા.૨૧/૭/૨૦૨૪ના પોતાના ઘેર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે ભુજ શહેર એ ડિવીઝનના પીએસઆઈ ડી.ઝેડ.રાઠવાએ વધુ તપાસ હાથ ધરી હતી..