નાના કપાયામાં બિલ્ડિંગની છત પરથી પટકાતાં યુવાનનું મોત નીપજ્યું
copy image

મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે રહેતો ઉત્તરપ્રદેશનો યુવાન બિલ્ડિંગની છત પરથી પડી જતાં તેને ઈજા થવાથી સારવાર હેઠળ મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે પતુભાઈની દુકાનની સામે આવેલી બિલ્ડીંગમાં રહેતો અને મુળ ઉત્તરપ્રદેશના ભવાનીનગરના રહેવાસી સુરેશકુમારસિંહ વિરેન્દ્રકુમારસિંહ નામનો ૩૭ વર્ષનો યુવાન ગત તા.૧ના રાત્રીના ૯:૪૫ વાગ્યાના અરસામાં તેના રહેણાંક મકાનના પહેલા માળના ધાબા પરથી પડી જતાં તેને ઈજા થવાથી મોત નિપજ્યું હતું. આ અંગે પી.એસ.આઈ. વી.એન. ચાવડાએ વધુ તપાસ હાથ ધરી હતી.