દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સને ઝડપી પાડતી સિહોર પોલીસ

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ સિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.આર.સોલંકી તથા સ્ટાફ સિહોર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલ અને પો.કોન્સ. ગૌતમભાઈ રામાનુજને સંયુક્ત રીતે બાતમી મળેલ કે સિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર વૃંદાવન રેસ્ટોરન્ટ નજીક એક શખ્સને પોતાની પાસે દેશી બનાવટનો તમંચો રાખી ઉભેલો છે. બાતમી વાળી જગ્યા એ તાત્કાલિક પહોંચી સદરહુ શખ્સને ચેક કરતા તેના કબજામાંથી એક ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો મળી આવતા તેના વિરૂધ્ધમાં કાયદેસર તપાસ કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધણી કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. જેનું નામ કરણસિંહ કાન્તિસિંહ સૂર્યવંશી રે.ઝારખંડ વાળો હોવાનું જાણવા મળેલ. આ સમગ્ર કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી તથા સ્ટાફના હે.કોન્સ આર.એન.ગોહિલ, હે.કોન્સ પદુભા ગોહિલ, પો.કોન્સ ગૈાતમભાઇ રામાનુજ, પો.કોન્સ જયતુભાઇ દેસાઇ, પો.કોન્સ અશોકસિંહ ગોહિલ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *