લોકલ ક્રાઇમ બ્રાંચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ દ્રારા આઇપીએલ મેચ પર સટ્ટો રમતા શખ્સોને 49,000 ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા

શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SP, પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી IPL ક્રિકેટ મેચ ચાલુ હોઇ ક્રિકેટ સટ્ટાનાં કેસો કરવા સુચના આપતા  શ્રી ડી.બી. પરમાર, પોલીસ ઇન્સ. એલ.સી.બી.નાં માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની ટીમ ક્રિકેટ સટ્ટાનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, દિપક ઠક્કર તથા મયુર ઠક્કર નામનાં બે શખ્સો ઇન્ડિયન પેટ્રોલપંપની બાજુમાં આવેલ ચુસ્કી ટી સ્ટોલની સામે પોતાનાં મોબાઇલ પર BLUELINEX.COM સોફટવેર મારફતે હોન્ડા શાઇન પર બેસી KINGS 11 PUNJAB તથા MUMBAI INDIANS વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમી અને રમાડે છે. મુદામાલ રોકડા રૂ.૧૬,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ- ર કિંમત રૂ.૮,૦૦૦, મોટર સાકયલ ૧ જીજે 12 સીએન 8501 કિંમત રૂ.૨૫,૦૦૦ કુલ મુદામાલ કિંમત રૂ.૪૯,૦૦૦ નો મુદામાલ શખ્સોઓ દિપક પ્રભુરામ ઠક્કર(આખાણી) ઉ.વ.૩૨ રહે.મકાન નં.૧૨૦,સિધ્ધેશ્વર રેસીડેન્સી-૨,આદિપુર જી.કચ્છ, મયુર જગદીશ ઠક્કર (કોટક) ઉ.વ.૨૧ રહે.પ્લોટ નં.૭૨૩, વોર્ડ ૯/બી, મહાકાલી સોસાયટી, ભારતનગર, ગાંધીધામ- કચ્છ વાળાઓ પકડાઇ ગયેલ છે. તથા જીતુભાઇ ઠક્કર રહે. અમદાવાદવાળો હાજર મળી આવેલ નથી. જેઓ વિરૂધ્ધ કાયદેસરની તપાસ કરી ઝડપાયેલ શખ્સોઓ તથા મુદામાલ એ ડિવીઝન પોલીસ સ્ટેશન-ગાંધીધામ ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરીમાં એમ.એસ.રાણા, PSI એલ.સી.બી., શ્રી એ.પી.જાડેજા, PSI એલ.સી.બી. તથા સ્ટાફનાં એએસઆઇ લખમણભાઇ આ હિર તથા પોલીસ હે.કો. દેવરાજભાઇ આહિર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ, ગાંધીધામ આ સટ્ટાની જો ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવે અને તમામે તમામ કોલ ડીટેલ  કાઢવામાં આવે તો અનિલ દીપુ અને વિજયના નામનો પણ સમાવેશ થઇ શકે છે.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *