ભારાસર-સામત્રાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ માનકુવા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૦૩૯૯/૨૦૨૪, BNS કલમ 305(A),331(3),331(4) મુજબનો ગુનો તા.૨૭/૦૭/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ જે ગુનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ. ટી.બી.રબારી સાહેબનાઓના ઉપરોક્ત ગુનો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, બલભદ્રસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરન્જસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનીલભાઇ પરમાર, સુરજભાઇ વેગડા, શક્તિસિંહ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવિનકુમાર જોષી તથા મહીપાલસિંહ પુરોહીતનાઓ ઉપરોક્ત ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે નવિનકુમાર જોષી તથા મહીપાલસિંહ પુરોહીતનાઓને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ચોરીમાં બનુભા તેજમાલજી જાડેજા રહે. કોટડા (જડોદર) તા.નખત્રાણા વાળો સામેલ હોઈ અને હાલે આ ચોરીનો માલ લઇને તે પોતાના કબ્જા-ભોગવટાની બોલેરો ગાડી રજી.નં. જીજે.૦૨.ડીપી.૬૩૯૦ વાળીથી આ ચોરીનો મુદ્દામાલ વેચાણ સારૂ ભુજ મધ્યે આવી રહેલ છે. જે હકીકત આધારે સદર ગાડીની વોચમાં માનકુવા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.એન.વસાવા સાહેબના પોલીસ સ્ટાફના માણસો જેમા એ.એસ.આઈ. પંકજભાઇ કુસવાહ તથા પો.હે.કો. ઉપેન્દ્રસિંહ રાણા તથા મયુરસિંહ ઝાલા તથા પો.કો. ભુપેન્દ્રસિંહ ઝાલા નાઓને સદર જગ્યાએ મદદ માટે બોલાવી સયુક્ત રીતે સદર બાતમી વાળી બોલરો ગાડીની વોચમાં હતા. દરમ્યાન હકીકત મુજબની બોલેરો ગાડી મળી આવતા ચેક કરતા તેમાથી એક થેલો મળી આવેલ જેમા સોના દાગીના તેમજ અલગ અલગ દેશની ચલણી નોટો તથા સીક્કાઓ તથા ચાંદી જેવી ધાતુના સીક્કા તથા બીસ્કીટ મળી આવેલ. જેથી મજકુર ઇસમ પાસે આ મુદામાલ ના આધાર પુરાવા કે બીલની માગણી કરતા આધાર પુરાવા કે બીલ ન હોવાનું જણાવેલ. જેથી મજકુર ઇસમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતાં મજકુર ઇસમે જણાવેલ કે, આજથી આશરે આઠ-દસ દિવસ પહેલા હું અને મારા મિત્ર અજીતસિંહ ચનુભા જાડેજા રહે મુળ નખત્રાણા રહે હાલે બારાયા રોડ મુન્દ્રા વાળો બન્ને સાથે મળી માનકુવા થી ખત્રી તળાવ જતા રસ્તા પર પુલીયાની બાજુ આવેલ મકાન જે બંધ હોઇ જેથી તે મકાનની અંદર જઈ તાળુ તોડી તેમા થી સોનાના દાગીના તથા રોકડ રૂપીયા ૩૫૦૦૦/- તથા અન્ય વિદેશી રૂપીયા મળેલ જે ચોરી કરી ત્યાથી નિકળી ગયેલ અને તે સોનાના દાગીના માંથી સોનાના મોટા પાટલા નંગ ૦૨, મુથુટ ફાઈનાસ નખત્રાણા ખાતે મુકી તેના પર ૨,૩૪,૦૦૦/- રૂપીયાની લોન લીધેલ તથા ફરી એક વાર મુથુટ ફાઈનાન્સ નખત્રાણા ખાતે સોનાના દાગીના જેમાં સોનાની વીટી નંગ એક તથા કાનની સોનાની બુટી નંગ ૦૨ મુકી અને રૂપીયા ૬૩,૧૦૦/- લોન લીધેલ હોવાની હકીકત જણાવેલ તેમજ આશરે વિશેક દિવસ પહેલા અજીતસિંહ ચનુભા જાડેજા તથા વિક્રમસિંહ વાઘજી સોઢા વાળા સાથે મળી સામત્રા ગામમાં રોડની બાજુમાં આવેલ એક બંધ મકાનનું તાળું તોડી તેમાં ચોરી કરેલ જેમાં ચાંદીના સીક્કા નંગ ૦૭ તથા અલગ અલગ દેશના ચલણી સીક્કા તથા કેન્યા લખેલ નોટ ૦૨ તથા બે ડોલરની નોટ ચોરી કરી હોવાની કબુલાત આપેલ. જેથી મજકુર ઇસમને આગળની કાર્યવાહી સારૂ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.