ગાંધીધામમાં ઓનલાઈન સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામના 9-બી ચાર રસ્તા નજીક મોબાઈલમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને પોલીસે પકડી પાડી મોબાઈલ હસ્તગત કર્યો હતો. ગાંધીધામના 9-બી ચોકડી પાસેથી મૂળ પાટણ હાલે મીઠીરોહર પટેલ વૂડ પ્રા. લિમિટેડમાં રહેનાર વિક્રમ અમરા રબારી નામના શખ્સને પોલીસે ગત રાતના અરસામાં  પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી મળેલા મોબાઈલની તપાસ કરતાં તેમાં ધેનુ 777 ડોટ કોમ નામની વેબસાઈટમાં આ શખ્સ યુઝર આઈડી મેળવી તેમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી રૂા. 5000નો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ આઈડી કોની પાસેથી મેળવી હતી તે સહિતની વિગતો બહાર આવી નહોતી.