લુંટના ગુનાના આરોપીઓને શોધી મુદ્દામાલ રીક્વ૨ કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓએ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધવા જણાવેલ હોય અને જે અન્વયે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓની પ્રવુતિને અટકાવવા સારૂ જરૂરી સુચન કરેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ-ડિવીઝન પો.સ્ટે ગુ.૨.નં.૦૮૭૦/૨૦૨૪ બી.એન.એસ.એસ.ક.૩૦૯(૬), ૨૯૬,૩૫૧(૨),૩, (૫) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો ગાંધી માર્કેટ પાસે બનેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી તેઓને સતત માર્ગદર્શન અને સુચના આપી ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીઓને નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ::પકડાયેલ આરોપીઓ:: (૧) ફિરોઝ ઉર્ફે ફિયાઝ સલીમ પઠાણ ઉ.વ.૨૪ ૨હે. તૈયબા મસ્જીદ પાસે નવી સુંદરપુરી ગાંધીધામ (૨) કાસમ અનવર પઠાણ ઉ.વ.૨૮ રહે. તૈયબા મસ્જીદ પાસે નવી સુંદરપુરી ગાંધીધામ :: રીકવર કરેલ મુદામાલ:: (૧) રોકડા રૂ.૨૮૦૦/- (૨) એક લાકડાના હાથાવાળી છરી કિ.રૂ.00/00  ઉપરોક્ત સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. શ્રી એમ.એચ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.