કુંભારિયા નજીક દેશી બંદૂક સાથે ઈસમની અટક

copy image

copy image

રાપર તાલુકાના કુંભારિયા નજીકથી પોલીસે એક ઈસમને દેશી બંદૂક સાથે ઝડપી  પાડયો હતો. ભચાઉ તાલુકાના હજિયાવાંઢનો કાયા માનસંગ કોળી નામનો શખ્સ હજિયાવાંઢથી કાચા રસ્તે કુંભારિયા ગામ તરફ આવી રહ્યો હતો. દરમ્યાન ગાગોદર પોલીસે તેને પૂર્વ બાતમીના આધારે પકડી પાડયો હતો. આ ઈસમ પાસે રહેલા કંતાનની તપાસ લેવાતાં તેમાંથી બંદૂક નીકળી હતી. તેની પાસેથી રૂા. 5000ની 46 ઇંચની દેશી બંદૂક હસ્તગત  કરવામાં આવી હતી. આ ખેડૂત બંદૂકનો શું ઉપયોગ કરતો હતો કે તેની પાસે બંદૂર ક્યાંથી આવી હતી તે સહિતની વિગતો બહાર આવી નહોતી.