હત્યા કેસમાં જામીન મળવાના મનદુ:ખમાં યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો
હત્યા કેસમાં જામીન મળવાના મનદુ:ખમાં યુવાન ઉપર ચાર શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે અબ્દુલા આદમ મમણે નોંધાવેલ ફરિયાદ મુજબ પંદરેક માસ પૂર્વે તેની સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને કોર્ટ તરફથી તેને જામીન મળતાં તેના મનદુ:ખમાં સાંજના અરસામાં આલાવારા મસ્જિદ બહાર પંક્ચરની દુકાન પાસે આરોપીઓ ઇમરાન જુસબ મોખા, મુસા સુલેમાન મોખા, જાકબ સુલેમાન મોખા અને અલ અખ્તર મોખા (રહે. તમામ ભુજ)એ પોતાના હાથમાં ધારિયા, પાઇપ, ધોકા જેવા ઘાતક હથિયારથી ફરિયાદી ઉપર હુમલો કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી . બી-ડિવિઝન પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.