વડવા કાંયા અને લાલાની યુવતીઓએ ફાંસા ખાઇ જીવ ગુમાવ્યા  

copy image

copy image

નખત્રાણા તાલુકાના વડવા કાંયામાં 20 વર્ષીય યુવતી દીક્ષાબેન ગોપાલભાઇ બુચિયાએ અને અબડાસાના લાલામાં 24 વર્ષીય યુવતી નૂરબાઇ જુમ્મા સંઘારે ગળેફાંસો ખાઇ પોતાના જીવ દીધા હતા. નખત્રાણા તાલુકાના વડવા કાંયામાં રહેતી 20 વર્ષીય યુવતી દીક્ષાબેન ગોપાલભાઇ બુચિયાએ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે મંગવાણાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પી.આઇ. શ્રી મકવાણાએ હાથ ધરી હતી. બીજી તરફ અબડાસા તાલુકાના લાલા ગામે વેણ ફળિયામાં રહેતી 24 વર્ષીય યુવતી નૂરબાઇ જુમ્મા સંઘારે સવારે 4.30 વાગ્યાના અરસામાં કોઇ અકળ કારણે પોતાનાં ઘરે ટૂંપો ખાઇ લેતાં તેને સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. જખૌ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.