આદિપુરની મહિલાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ કરતા ફરિયાદ નોંધાઈ
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં રહેનાર એક મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજરાતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. સુંદરપુરીમાં રહેનાર આસિફ ખાન નામના શખ્સે એક મહિલાને આપણા સંબંધ અંગે તારા પતિને વાત કરી તારા ઘરમાં ઝઘડા કરાવીશ અને તને બદનામ કરી નાખશી તેવી ધમકીઓ આપતો હતો. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ , આ શખ્સે નવેક મહિના અગાઉ તથા તેના બાદ બે-ત્રણ વખત મહિલા પાસે આવી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.