માંડવીમાં બાઈક – એક્સેસ વચ્ચે અકસ્માતમાં ફરાદીના વૃદ્ધનું મોત નીપજયું
માંડવીમાં બાઈક અને એકસેસ વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા ફરાદીના 60 વર્ષીય વૃદ્ધ ઈબ્રાહિમ ચૌહાણનું ગંભીર ઈજાના લીધે મૃત્યુ નીપજ્યું હતું. ફરાદીના વાડી વિસ્તારના દિનેશભાઈ થાવરભાઈ મહેશ્વરી તથા 60 વર્ષીય ઈબ્રાહિમ ચૌહાણ (મુસ્લિમ)ને બાઈક હોન્ડાની પાછળ બેસાડી જનકપુર ગયા હતા, જ્યાંથી માંડવી અને માંડવીથી બિદડા જતા હતા ત્યારે બપોરના અરસામાં એકાદ વાગ્યે જનકલ્યાણ હોસ્પિટલના સામેના રસ્તા આગળ જતા એકસેસ સ્કૂટર સાથે અથડાતાં બન્ને ઘાયલ થયા હતા. રાહદારીઓએ તેઓને હોસ્પિટલ ખસેડતાં ફરિયાદી દિનેશભાઈને અસ્થિભંગ સહિતની ઈજા થઈ હતી, જ્યારે ઈબ્રાહિમભાઈનું ગંભીર ઈજાના લીધે મોત નીપજયું હતું. એકસેસ ચાલક વિરુદ્ધ માંડવી પોલીસ મથકે દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી.