રાપરના સેલારીમાં બોરી હટાવવાનું કહેતાં યુવાન ઉપર હુમલો

copy image

રાપરના સેલારી ગામમાં પોતાની દુકાન આગળથી બોરી હટાવી લેવાનું કહેતાં એક શખ્સે ઉશ્કેરાઇને યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. સેલારીમાં રહી હેર કટિંગની દુકાન ધરાવતા દીપક લાલજી વાળંદ નામના યુવાન ઉપર ગત તા. 21/8ના બપોરના અરસામાં હુમલો કરાયો હતો. યુવાન બપોરના અરસામાં  પોતાની દુકાને જતાં ત્યાં પાડોશમાં કરિયાણાની દુકાન ધરાવતા આરોપી ઉમર જુસબ જીએજાએ બોરીઓ રાખી હોવાથી ફરિયાદીએ બોરીઓ હટાવી લેવા તથા પોતાને દુકાનનું શટર ખોલવાનું હોવાનું કહ્યું હતું, જેથી આરોપીએ હા પાડી બાદમાં પોતાની દુકાનમાં જઇ લાકડી લઇ આવી યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેને આંગળીઓમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.