કનૈયાબેની બંધ કંપનીની ખુલ્લી જમીનમાં રખાયેલા 2.34 લાખના મુદ્દામાલની તસ્કરી
ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક આવેલી બંધ કંપનીની ખુલ્લી જગ્યામાં રખાયેલા ટેન્ક અને શેડ માટેના 500 નંગ પતરા મળી કુલ રૂા. 2,34,000ના મુદ્દામાલની કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરાયાની ફરિયાદ પદ્ધર પોલીસના મથકે નોંધાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , ગત તા. 30-6-23થી 06-08-24 સુધીના સમયગાળા દરમિયાન કનૈયાબે ગામમાં આવેલી અને બંધ હાલતમાં રહેલી હેલ ગ્લોબલ હાઈટેક કંપનીની ખુલ્લી જમીનમાં રખાયેલા ચાર ટેન્ક પૈકી એક ટેન્ક અને પ00 નંગ ગેલ્વેનાઈઝડ પતરાની કોઈ ચોર ઈસમે ચોરી કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચોરને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.