ભચાઉમાં જુગાર રમતા છ ઝડપાયા
ભચાઉમાં ઉપલોવાસ, બહાર ફળિયામાં ગત મોડી રાત્રે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેવામાં પૂર્વ બાતમીના આધારે અહીં આવેલી પોલીસે જિતેન્દ્ર માવજી સુથાર, હિરેન ગાંગજી સુથાર, મનસુખ લાલજી લુહાર, પ્રવીણ ભગવાન સુથાર, વિશાલ હીરજી સુથાર તથા બિપિન કાનજી વાળંદ નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂા. 14,600 કબ્જે કર્યા હતા.