રાપર-ફતેહગઢ ધોરીમાર્ગ પર બે બાઇક ભટકાતાં એકનું મોત
copy image

રાપરના ફતેહગઢમાં રહેતા અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની ડીલરશિપ ધરાવતા સામતભાઇ ગત તા. 22/8ના બાઇક લઇને કામ અર્થે રાપર જવાનું કહીને નીકળ્યા હતા. યુવાન રાપર ફતેહગઢ ધોરીમાર્ગ શાનગઢથી ભોજનારી ડેમ વચ્ચે વળાંક પાસે પહોંચતાં તેને અકસ્માત નડયો હતો. સામેથી તીવ્ર ગતિએ આવતી બાઇક યુવાનની બાઇક સાથે ભટકાતાં સામતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જ્યારે સામેના ચાલક એવા આરોપી પરેશ દેવરાજ વાવિયાને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ઇશ્વર વાસણ રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.