રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી (ખનીજ) ભરતા બે ટ્રેક્ટર તથા લોડરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ i /c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ. જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોટા કાંડાગરા ગામના પુલીયા પાસે આવેલ ભુખી નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે લોડર મારફતે ટ્રેક્ટરોમાં રેતી ભરી તેનું ગેરકાયદેસર વહન કરે છે અને હાલે તેઓની આ પ્રવૃત્તિ ચાલુમાં છે. જેથી તુરત જ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા રેતી ભરવાનું ચાલુ હોય જેથી ટ્રેક્ટર તથા લોડરના ડ્રાઇવર પાસે સદરહુ જગ્યાએ રેતી(ખનીજ) ભરવા અંગે પાસ પરવાના કે રોયલ્ટીની માંગણી કરતા પોતાની પાસે આવા કોઇ પાસ પરવાનો કે આધાર પુરાવા નહી હોવાની હકિકત જણાવેલ. જેથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે(ખનીજ) ભરતા પકડાઈ ગયેલ હોવાથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહનો ડીટેઇન કરી આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. હાજર મળી આવેલ ઈસમ લાલાભાઈ પોપટભાઈ નાયક રહે. મોરા વાડી, મોટા ભાડીયા તા.માંડવી, રવીકુમાર રાધેશ્યામ સોનકર રહે. મોટા કાંડાગરા તા.મુંદરા, દીલીપસિંહ હરભમજી રાઠોડ રહે.હાલે. મોટા કાંડાગરા તા.મુંદરા મુળ રહે.શાયરા યક્ષ તા.નખત્રાણા.