ગાંધીધામમાં દશ ઇસમોનો સાત લોકો ઉપર હુમલો
ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં 10 શખ્સો એ ધારી, ટામી વડે હુમલો કરતાં સાત લોકોને ઈજાઓ પહોંચી હતી. ગાંધીધામના ખોડિયારનગરમાં રહેનાર ફરિયાદી સુનીલ કિશન દેવીપૂજક અને પરિવારજનો ગત તા. 22/8ના બપોરના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે ફરિયાદીના કાકાની દીકરી પૂજા ત્યાં આવી તુલસી, કિશન, કમસીએ બોલાચાલી કરી ગાળા ગાળી કરી છે, તેવું કહેતાં પાછળથી આરોપીઓ તુલસી, કિશન, મનોજ, પ્રવીણ, રવિ, નરશી કમશી તથા નટુ તરશી, વિજય નટુ, જયેશ નટુ, ધર્મેશ નટુ ધારિયા, ટામી લઈને ત્યાં આવ્યા હતા. ફરિયાદીએ શા માટે પૂજા સાથે ઝઘડો કર્યો, તેવું પૂછવા જતાં આ શખ્સોએ હથિયારોથી હુમલો કરતાં ફરિયાદી તથા તેના ભાઈ ભાવેશ, પ્રવીણ, અશોક, ભત્રીજા અરવિંદ, આલિક અને ભાભી હીરાબેન તથા બહેન પૂજાને ઈજાઓ પહોંચી હતી, જે પૈકી પ્રવીણને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.