વરસામેડીની સોસાયટીમાં ધાણીપાસાનો જુગાર રમતા સાત શખ્સની ધરપકડ

copy image

copy image

વરસામેડી સીમમાં શાંતિધામ ક્રિષ્ના પાર્કમાં રામાપીરના મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં ગત મોડી રાતના અરસામાં  જુગાર રમાઇ રહ્યો હતો, તેવામાં અચાનક આવેલી પોલીસે રાજુ રામચંદ્ર દેવીપૂજક, સાયર ઉર્ફે સમીર મહોમદ શેખ, સતીષ શામજી ઠાકોર, બળવંત જશરાજી ઠાકોર, રાજેન્દ્રકુમાર મિશ્રીલાલ મુબરશા, મુકેશ સોમા દેવીપૂજક અને અનિકેત ક્રિષ્નાકુમાર મિશ્રા નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,500  જપ્ત કરાયા હતા.