લોડાઇ ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓ તથા રવિરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ, ભુજ નાઓએ જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી નેશનાબુદ કરવા સુચના આપેલ હોઇ. જે અન્વયે ઇન્ચાર્જ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એપી.વાઘેલા સા.ની સુચના મુજબ પધ્ધર પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. ભરતભાઇ શંકરાજી ચૌધરી નાઓને બાતમી હકિકત મળેલ કે, લોડાઇ ગામની ઉતરાદી સીમમાં ભાઇડીયા વિસ્તારમા, કેનાલની બાજુમાં ખુલ્લી વાડીના સેઢા પાસે આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ગંજી પાના વડે રૂપીયાની હારજીતઓ જુગાર રમી રમાડે છે. તેમજ આ પ્રવૃતી હાલમાં ચાલુમાં છે જે મળેલ બાતમી હકિકત આધારે તુંરતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નિચે મુજબના તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ :- (૧) કાનજી રવાભાઇ કેરાશીયા (આહીર) ઉ.વ.૬૦ રહે.ડાંગરવાસ, લોડાઇ તા.ભુજ ( ૨) શામજીભાઇ લખમણભાઇ ચાડ (આહીર) ઉ.વ.૫૩ રહે. કેશવનગર, લોડાઇ તા-ભુજ (3) નરેશ શિવજીભાઇ ડાંગર (આહીર) ઉ.વ.૩૫ રહે. કેશવનગર, લોડાઇ તા-ભુજ મુદ્દામાલ :- (૧) રોકડા રૂપીયા- ૧૧,૧૦૦/- (૨) મોબાઇલ ફોન નં-૦૩ કિ.રૂ.૧૦,૫૦૦/- (૩) ગંજીપાના નંગ-પર, કિ.રૂ.૦૦/- એમ કુલ કિ.રૂ.૨૧,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. એ.પી.વાઘેલા સા.ઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.અશ્વિનભાઇ પરષોતમભાઇ સોલંકી તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રસિંહ વાઘજી જાડેજા તથા પો.હેડ કોન્સ. દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા તથા પો.કોન્સ ભરતભાઇ શંકરાજી ચૌધરી તથા ભરતભાઇ હતા.