Skip to content
જૂનાગઢમાં મિત્રએ મિત્રના ઘરની ચાવીની ઉઠાંતરી કરી, ધોળા દિવસે બંધ ઘરનું તાળુ ખોલી કબાટમાંથી રોકડ અને દાગીનાની રૂ. સાડા ત્રણ લાખનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરીયાદ લખાવાઈ છે. આ અંગેની વિગત મુજબ ગિરાયજીનગરમાં આવેલ મોનાર્ક-૪માં બ્લોક નં ૮૦રમો રહેતા વેપારી વિપુલ ચંદ્રકાંત ધરણીધર(ઉ.પ૧)ના પુત્રને નવા નાગરવાડામાં આવેલ દિપગંગા એપાર્ટમેન્ટમાં રહેતા વિનાયક વિજય ઓઝા સાથે મિત્રતા હોય તેથી વિનાયકએ મિત્રના ઘરની ચાવી સેરવી લીધી હતી. બાદમાં આજે ધોળા દિવસે બ્લોકનું તાળું ખોલી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ. ૩ લાખ ૧૦ હજાર રોકડા તથા સોનાની બુટી રૂ. ૪ર,૦૦૦ની તસ્કરી કરી લઇ ગયાની વિપુલ ચંદ્રકાંતએ ‘સી’ ડીવીઝનમાં પોલીસ ફરીયાદ લખાવતા પીએસઆઇ આર.એમ. ચૌહાણએ વધુ તજવીજ હાથ ધરી છે.