કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ, વાતાવરણમાં પલ્ટો આવતા ગરમીમાં રાહત

કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા એકાએક વાદળ છવાયા અને કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તો આ સાથે જ અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ગત સપ્તાહે જ આગાહી કરવામાં આવી હતી કે આવતા સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીમાં રાહત પ્રાપ્ત થશે. પરંતુ હવામાન ખાતાની આગાહીથી એક સ્ટેપ વધારે વાતાવરણ બદલાયું અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો અને ક્યાંક વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 16 એપ્રિલ સુધી રાજ્યમાં આ પ્રકારની અસર જોવા મળશે. પવનની ગતિને લઇને વાહન ચાલકોને પણ પરેશાની પડી હતી. મોરબી જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ છવાયો છે. ચોમાસા જેવો ઠંડો ફેકવા લગાતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ગાંધીધામ તથા કચ્છમાં પણ એકાએક હવામાન પલટાયુ છે. વાતાવરણ વાદળછાયું બની જતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ કચ્છમાં પવનનો મારો ઝીંકાયો છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે. તો બીજી તરફ, કેરીઓને પણ નુકશાન થઈ શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *