ગાગોદરમાં પકડાયેલ 48 લાખ દારૂ પ્રકરણના સ્થાનિક બુટલેગરનું નામ પાધરું

image

રાપરના ગાગોદર નજીક હોટલ નજીક હોટલના પાર્કિંગમાં રહેલા ટ્રેઇલરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રૂા. 48,35,736ના દારૂ સાથે ચાલક, ક્લીનરની ધરપકડ કરી હતી. બંનેના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જેમાં માંડવી તાલુકાના દરશડીના બુટલેગર તથા તેના માણસનું નામ બહાર આવતાં પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો. મળતી માહિતી મુજબ ગાગોદર નજીક જય ગોગા રસ્થાની હોટેલના પ્રાંગણમાં ઊભેલા ટ્રેઇલરમાંથી ગાંધીનગરની એસ.એમ.સી.ની ટીમે રૂા. 48 લાખ ઉપરાંતના દારૂ સાથે રાજસ્થાનના એક તથા બીજાને પકડી પાડયો હતો. આ દારૂ રાજસ્થાનના નારાયણ દિપારામ જાટએ ભરાવી આપ્યો હતો અને ચાલક પહેલાં પણ દારૂની ખેપ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આ બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન પોલીસે બંનેની સઘન પૂછપરછ હાથ ધરતાં આ દારૂ માંડવી તાલુકાના દરશડી ગામનાને આપવા નારાયણ દિપારામે જણાવ્યું હોવાનું બહાર આવ્યું હતું તેમજ અગાઉ પણ આ શખ્સને જ દારૂ આપી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ એક શખ્સ વતી તેનો માણસ દરશડીનો યુવાન જય માતાજી બોલીને દારૂ લેવા આનવાર હતો તેમજ અગાઉનો દારૂ પણ એ જ શખ્સ લઇ ગયો હોવાની પકડાયેલા શખ્સોએ કેફિયત આપતાં પોલીસે દોડધામ આદરીને આ શખ્સને પકડી પાડયો હતો. જ્યારે લિસ્ટેડ બુટલેગર એવા અનિલસિંહના પકડી પાડવા આગળની કવાયત પોલીસે હાથ ધરી છે.