ભલાણીવાંઢ અને ગુંદાલામાંથી પતા ટીંચતા પાંચ-પાંચ ખેલી ઝડપાયા

copy image

રાપર તાલુકાના ચિત્રોડ નજીક ભલાણીવાંઢના વાડી વિસ્તારમાં પત્તા ટીંચતા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 15,800 હસ્તગત કર્યા હતા જ્યારે મુંદરા તાલુકાના ગુંદાલાથી લૂણી તરફ જતા માર્ગે બાવળોની ઝાડીમાં જુગાર રમતા પાંચ ખેલીને રોકડા રૂા. 10,360 સાથે પોલીસે ઝડપી પાડયા હતા. ભલાણીવાંઢ ગામે વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બત્તીના અજવાળે અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો મારી ધરમશી સાદુલ ભલાણી (કોળી), દિનેશ નરશી ભલાણી (કોળી), નરપત રામશી ભલાણી (કોળી), હરેશ અમરા અખિયાણી (કોળી) તથા કલા રામશી શેખાણી નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 15,800 જપ્ત કર્યા હતા. બીજીતરફ મુંદરા તાલુકાના ગુંદાલા ગામથી લૂણી તરફ જતા રસ્તા પાસે બાવળોની ઝાડીમાં હરિભાઇ ગોહિલ, કમલેશ કરશનભાઇ ગોહિલ (રહે. બંને મુંદરા), રમેશ હરજીભાઇ શેખા, હરજી ખમુભાઇ દાફડા (રહે. બંને ગુંદાલા) અને રમેશ તેજાભાઇ પાતાળિયા (રહે. મોટી ભુજપુર)ને રોકડા રૂા. 10,360ના મુદ્દામાલ સાથે પ્રાગપર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.