પ્રોહિબિશનના ગુનામાં તથા કોડાય પો.સ્ટે.ના મારામારીના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ i /c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ.ઇન્સ.શ્રી ટી.બી.રબારી સાહેબ નાઓએ કોડાય પોલીસ સ્ટેશન “સી” પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર- ૯૬/૨૦૨૪ પ્રોહીબીશન એટક કલમ- ૬૫(એ)(ઈ), ૮૧૯૮(૨), ૧૧૬(બી) તથા ભારતીય ફોજદારી અધિનીયમ ૧૮૬૦ની કલમ- ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૩૪ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ જે ગુના કામે પકડવાના બાકી આરોપીને પકડી પાડવા માટે સુચના આપેલ. જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ આ ગુના કામેના નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે. ઉપરોક્ત ગુના કામેનો નાસતો ફરતો આરોપી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, રહે.ગામ બિદડા દરબાર ગઢ તા.માડવી હાલે રહે. વરસામેડી તા.અજાર વાળો ધાંગ્રધા – હળવદ હાઇવે પરથી પસાર થવાનો છે જે હકીકત આધારે સોલડી ટોલનાકા પાસે વોચમાં હતા દરમ્યાન આરોપી સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા મળી આવતા ઉપરોક્ત ગુન્હા કામે અટક કરવામા આવેલ છે. પકડાયેલ આરોપ: સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, રહે.ગામ બિદડા દરબાર ગઢ તા.માડવી હાલે રહે. વરસામેડી તા.અજાર