માધાપર અને નાના થરાવડામાં ઘરનાં આંગણામાં પત્તા ટીંચતા ચાર-ચાર શખ્સો પકડાયા
copy image

ભુજ તાલુકાના માધાપર અને નાના થરાવડામાં ઘરના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર-ચાર જ્યારે અંજારમાં પણ ધાણીપાસાનો દાવ ખેલતા ચાર ખેલીને પોલીસે પકડી પાડયા હતા. માધાપર નવાવાસની મલવાડીમાં હીરેન મોરારજીભાઇ સોનીના ઘરના ખુલ્લા આંગણામાં તા. 4-9ના અડધી રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા હીરેન ઉપરાંત અંકુર લગધીર સોલંકી, દિનેશ જયંતીલાલ સોની અને જયદીપભાઇ સૂર્યકાંતભાઇ સોની (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા. 11,700ના માલસામાન સાથે માધાપર પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ તાલુકાના નાના થરાવડાના આહીરવાસમાં જીતેન્દ્રભાઇ મેમાભાઇ ચાવડા (આહીર)ના મકાનની આગળ ખુલા આંગણામાં તા 4-9ના મધ્ય રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા જીતેન્દ્રભાઇ ઉપરાંત ધનજીભાઇ બેચુભાઇ ચાવડા, ઉર્મિલાબેન જીતેન્દ્રભાઇ ચાવડા અને લખમીબેન લખુભાઇ મરંડ (રહે. તમામ નાના થરાવડા)ને રોકડા રૂા. 18570 તથા બે મોબાઇલ કિ. રૂા. 10,000ના માલસામાન સાથે પધ્ધર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે અંજારના દબડા વિસ્તારમાં ગૌશાળાની પાછળ રાજા કાપડી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં સાંજના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી અહિં મુસ્તાક મામદ થેબા, બિપિન રાજા હડીયા, મનિષ જયસુખલાલ સોની તથા હનિફ રમજુ થેબાની ધરપકડ કરી હતી. ધાણીપાસા ફેંકી પોતાનું નસીબ અજમાવતા પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 25,220 તથા ધાણીપાસા નંગ-બે હસ્તગત કરવામાં આવ્યા હતા.