મેઘપર બોરીચી સીમમાં ધાણેટીના રબારી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

અંજારના મેઘપર બોરીચી સીમ વિસ્તારમાં લાકડાઓના બેન્સો નજીક સવારના અરસામાં  ભુજ તાલુકાના ધાણેટી ગામના રબારી સમાજના યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી. ગ્રામજનો, સમાજના અગ્રણીઓ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ધસી ગયા હતા. તો આ ઘટનાની જાણ થતાં અંજાર પીઆઈ પોતાની ટીમ સાથે ધસી ગયા હતા. પરિવાર અને સમાજના અગ્રણીઓએ મૃત્યુ શંકાસ્પદ ગણાવી તટસ્થ તપાસની માંગ સાથે મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડતાં પોલીસે મૃતદેહ જામનગર એફએસએલ તપાસ માટે મોકલ્યો હતો.પ્રાપ્ત માહિતી  મુજબ, બુધવારે સવારના અરસામાં  મેઘપર બોરીચી સીમમાં લાકડાના બેન્સો નજીક બાવળની ઝાડીઓ નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ભુજ તાલુકાના ધાણેટી ગામના 21 વર્ષીય નવીન સાજણભાઈ રબારીનો હોવાની ઓળખ પણ ન થયા બાદ આ વાતની જાણ મોત હોવાનું થતાં જ મૃતકનો પરિવાર, ધાણેટીના ગ્રામજનો તેમજ રબારી સમાજના આગેવાનો પહેલાં ઘટનાસ્થળે અને ત્યાંથી અંજાર સરકારી હોસ્પિટલ પીએમ રૂમ ધસી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અંજાર પીઆઈ એ.આર.ગોહિલ, બે પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે ધસી ગયા હતા. જો કે, રબારી સમાજના અગ્રણીઓએ પરિવારના જણાવ્યા મુજબ આ મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવતાં તટસ્થ તપાસની માંગ કરી મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો. પોલીસે સમાજની માંગ મુજબ મૃતદેહ જામનગર એફએસએલ તપાસ માટે મુક્યો હતો. આ બાબતે રબારી સમાજના અગ્રણી કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પરિવારે એકનો એક કમાતર દીકરો ગુમાવ્યો છે. આ ઘટનામાં તપાસમાં ક્યાંય કચાશ ન રહે તે અમારા સમાજની માંગ છે. હાજર સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ, મૃતક મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધી ધાણેટી ગામમાં જ હતો અને સવારે મૃતદેહ અંજારના મેઘપર બોરીચી ગામની સીમમાંથી ઉપરાંત બાઇક ન મળતાં શંકાસ્પદ જણાવાયું હતું.