મુન્દ્રામાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી 3.20 લાખના ઉપકરણોની તસ્કરી

copy image

copy image

મુન્દ્રા મધ્યે ઈલેક્ટ્રોનિકની દુકાન સાથે જોડાયેલ ગોડાઉનમાંથી ઇસમો  3.20 લાખના ઉપકરણોની ચોરી  કરી જતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. આશીર્વાદ ઈલેક્ટ્રોનિ નામની દુકાન ધરાવતા સંચાલક યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.42 રહે મોટી ખેડોઈ-અંજાર)ની નોંધાવેલ  ફરિયાદ મુજબ આ બનાવ ગત તા.2/9 ની વહેલી સવારે 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં અજાણ્યા ઈસમો દુકાનની છતના છાપરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને તેમાં રહેલ અલગ અલગ કંપનીના 19 મોબાઈલ ફોન, ત્રણ ઇઅર બર્ડ અને એક સ્માર્ટ વોચ સમેત કુલ્લ 3, 19,757 ના ઉપકરણો ઉઠાવી ગયા હતા. ઘટનાને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.