વરસામેડીમાં 47 હજારના દારૂ સાથે ઈસમની ધરપકડ
copy image

અંજારના વરસામેડીમાં બાગેશ્રી ટાઉનશિપ-પાંચમાં એક મકાનમાંથી પોલીસે રૂા. 47,860ના દારૂ સાથે શખ્સની અટક કરી હતી. વરસામેડીમાં બાગેશ્રી ટાઉનશિપ પાંચમાં આવેલા મકાન નંબર 287માં પોલીસે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. મકાનમાં રહેતા લક્ષ્મણસિંહ સુલ્તાનસિંહ ભાટીની ધરપકડ કરી પેટી પલંગમાંથી સિગ્નેચર રેર, બ્લેન્ડર પ્રાઇડ, રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જર, ઇમ્પિરીયલ બ્લયુ, મેજીક મુવમેન્ટની 750 એમ.એલ.ની 85 બોટલ તથા કિંગફિશર બીયરની 650 મી.લી.ની 24 બોટલ એમ કુલ્લ રૂા. 47,860નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ તેની પાસે કયાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નહોતું.