ફતેહગઢ પાસે નર્મદા કેનાલમાં ડુબતા વધુ એક યુવાને જીવ ગુમાવ્યો
copy image

રાપરના ફતેહગઢ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં 22 વર્ષીય દિનેશ જેઠા બુચિયા નામનો યુવાન કોઈ કારણોસર કેનાલમાં પડતા મૃત્યુ પામ્યો હતો. વહેતા પાણીમાં ગરક થયેલા યુવાનને શોધવા સ્થાનિક તારવૈયાઓએ સતત 9 કલાક સુધી જહેમત લીધી હતી, આખરે બપોરે 4 વાગ્યાની આસપાસ હતભાગી યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અંગેની જાણ પંચાયતના વહીવટદારને કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકના રમેશ દાફડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બુધવાર સવારે 6.30 થી 7 વાગ્યાના અરસામાં માનસિક અસ્વસ્થ યુવાન ઘરેથી નીકળી ગયા બાદ કેનાલની પાળે પહોંચી ગયો હતો, જ્યાં અકસ્માતે તે વહેતા પાણીમાં પડી જતા ડૂબી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ગ્રામજનોએ તેની પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. આખરે બપોરના 4 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિજનોએ ગ્રામ પંચાયતમાં તેની જાણ કરી અંતિમવિધિની પ્રક્રિયા હાથ ધરી હતી