ત્રણ પુત્રીના જન્મ થતાં સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી પરિણીતાએ અંતિમ પગલું ભરર્યું
copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પરિણીતાએ કરેલા આપઘાતના કેસમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામના સુંદરપુરીમાં જાસ્મીન ઈકબાલ ઘાંચીએ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી હતી. આ મામલે મૃતકના ભાઈ દિનેશ ઈલિયાસભાઈ ઘાંચીએ આરોપી પતિ ઈકબાલ અલારખા ઘાંચી અને જેનાબેન અલ્લારખા ઘાંચી સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હતભાગી પરિણીતાએ ત્રણ પુત્રીને જન્મ આપ્યો હતો, તેણી ગર્ભવતી હતી. ત્રણ પુત્રીના જન્મ થતાં સાસરિયાઓએ પુત્ર જોશે, તેમ કહી સતત શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આ મામલે હતભાગીએ તેણીના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.