ગાંધીધામમાં બે દરોડામાં રહેણાકમાંથી 42 હજારનો દારૂ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં સ્થાનિક એ-ડિવિઝન પોલીસે સુંદરપુરી વિસ્તારમાં બે જુદા-જુદા દરોડા પાડી રહેણાક મકાનોમાં શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ બાતમીના આધારે જૂની સુંદરપુરીમાં કાલિકા માતાના મંદિર પાછળ આરોપી અમોદ ઉર્ફે મોહન જગન્નાથ મંડલના મકાનમાં દરોડો પાડયો હતો. ગત બપોરના અરસામાં કાર્યવાહી કરાઈ હતી.  મકાનમાં અંગ્રેજી પ્રકારના શરાબની જુદી-જુદી બ્રાન્ડની બોટલો અને બિયરનાં ટીન સહિતનો જથ્થો હસ્તગત  કરાયો હતો. શરાબના જથ્થાની કિંમત રૂા. 38,160 આંકવામાં આવી હતી. આરોપી પોલીસને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. બીજી કાર્યવાહી પણ સુંદરપુરી વિસ્તારમાં ગત સાંજના અરસામાં કરાઈ હતી. પૂર્વ બાતમીના આધારે મણકાવાસમાં કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી  થારુભાઈ મીઠુભાઈ  ગઢવીના રહેણાક  મકાનમાંથી શરાબની 10 બોટલ અને બિયરનાં ટીન સહિત રૂા. 4200ની કિંમતનો જથ્થો હસ્તગત  કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.  રુદ્રમાતા પુલ પર બે ઈસમ શરાબની 20 બોટલ સાથે પકડાયા : બીજી બાજુ   બપોરના અરસામાં  ભુજ-ખાવડા ધોરીમાર્ગના રુદ્રમાતા પુલ પર બાતમીના આધારે બાઈક હોન્ડાને રોકાવી બે ઈસમ પાસેનો થેલો તપાસતાં તેમાંથી વ્હીસ્કીની 20 બોટલ કિં.રૂા. 8000 અને મોબાઈલ કિં.રૂા. 5000 તથા બાઈક કિં.રૂા. 35000 એમ કુલ રૂા. 48,000ના મુદ્દામાલ સાથે આરોપી મહાવીર ઉર્ફે ચનો શામજી કાઠેચા ગુજરા અને અંકિત માવજી ગરવા (રહે. બંને ધ્રંગ)ને માધાપર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.