વણશોધાયેલ ઘરફૉડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરતી મુંદરા પોલીસ

મુંદરા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આદર્શ ટાવર પાસે લેક વ્યુઅ કોમ્લેક્ષની સામે આવેલ આશીર્વાદ ઇલેકટ્રોનીકસ નામની ફરીયાદીની બંધ દુકાનમાંથી તથા ગોડાઉનના સીમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલ અલગ-અલગ બ્રાંડના મોબાઈલ ફોન કુલ નંગ-૧૯ તથા સ્માર્ટ વોચ નંગ-૦૧ તથા ઈયર બર્ડ નંગ-૦૩ જે તમામની કુલ કિ.રૂ.૩,૧૯,૭૫૭/- ની કોઇ બે અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ હોઇ જે અંગે ફરીયાદીશ્રી ફરીયાદ આપતા મુંદરા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં-૧૧૨૦૫૦૩૨૨૪૧૨૩૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૫(એ),૩૩૧(૪),૫૪ મુજબનો વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો તા-૦૩/૦૯/૨૦૨૪ ના ક.૨૦/૩૦  વાગ્યે દાખલ થયેલ. વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પશ્ચિમ કચ્છ- ભુજ તથા રવિરાજસિંહ જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિ.શ્રી.ભુજ વિભાગ ભુજનાઓએ સુચના આપેલ હોઇ જે અનવ્યે પો.ઇન્સ.શ્રી. આર.જે.ઠુંમર નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ મુંદરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ.દર્શનભાઇ રઘુભાઇ રાવલ નાઓની બાતમી હકીકત આધારે શંકાસ્પદ ઇસમોને રાઉન્ડઅપ કરી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોકત ચોરીના ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરતા ચોરી થયેલ મુદ્દામાલ કિ.રૂ.૩,૦૬,૬૦૭/-ના માલસામાનને કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ,પ્રથમથી જ વણશોધાયેલ ધરફોડ ચોરીના ગુનાનો ભેદ મુંદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરેલ છે. પકડાયેલ આરોપી (૧) વસંત ચંદુભાઇ કોલી ઉ.વ.૧૯ રહે.કોલીવાસ, જી.ઈ.બી.રોડ, મુંદરા (૨) રાહુલ શ્રીસીતબસાંત ગૌતમ ઉ.વ.૧૯ રહે.હરીનગર, મુંદરા કબ્જે કરેલ મુદ્દામાલ  અલગ-અલગ બ્રાન્ડના મોબાઈલ ફોન કુલ નંગ-૧૮ જે તમામની કુલ કિ.રૂ.- ૩,૦૬,૬૦૭/- આ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર આર.જે.ઠૂંમર સાહેબનાઓની સુચનાથી મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા.