મેઘપર બોરીચીમાં મેળામાં પરવાના વિનાના સાધનો લગાવાતાં ફરિયાદ

copy image

copy image

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં દર વર્ષે ભરાતા મકલેશ્વર મહાદેવના મેળામાં પરવાનગી વગર મનોરંજનના સાધનો રાખી બીજાના જીવન જોખમાય તેવી રીતે સાધનો લગાવાતાં સંચાલક સામે ગુનો નોંધાયો હતો. મેઘપર બોરીચીમાં આવતા મકલેશ્વર મહાદેવનો મેળો દર વર્ષે ભરાય છે. અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ બંદોબસ્તમાં આવી હતી. આ જગ્યાએ ચગડોળ, જુલા, બ્રેકડાન્સ, નાવડી જેવા સાધનો લગાવાયા હોવાનું જણાયું હતું. આ સાધનો અંગે તેના સંચાલક મનજી ખમુ સીજુ પાસેથી પરવાની મગાતાં પરવાનગી ન લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ સાધનોમાં સુરક્ષાનાં સાધનો પણ રખાયાં નહોતાં. બીજાના જીવ જોખમમાં મુકાય તેવી રીતે સાધનો લગાવનારા સંચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.