ભચાઉમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ ઝડપાયા

copy image

copy image

ભચાઉમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતાં પાંચ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 19,100  જપ્ત  કર્યા હતા. ભચાઉ નગરમાં રામેશ્વર મંદિરની બાજુમાં આવેલા ચોકમાં રોડ લાઇટના અજવાળામાં અમુક ઇસમો રાતના અરસામાં  પોતાનું નસીબ ગંજીપાના વડે અજમાવી રહ્યા હતા, તેવામાં પૂર્વ બાતમીના આધારે અચાનક આવેલી પોલીસે અહીંથી કીર્તિ ધારશી ઠાકોર, સુરેન્દ્રસિંહ દેવુભા સોઢા, સુધીર રમણીક દરજી, ભાવેશ રામજી સુથાર, મનોજ સુરેશ વ્યાસ નામના ઇસમોને પકડી પાડયા હતા. પકડાયેલા આ ઇસમો પાસેથી રોકડ રૂા. 19,100 તથા ત્રણ મોબાઇલ અને ગંજીપાના એમ કુલ રૂા. 39,100નો મુદ્દામાલ હસ્તગત  કરાયો હતો.