પૂર્વ કચ્છમાં દારૂના બે દરોડામાં 40 હજારનો શરાબ પકડાયો
copy image

પૂર્વ કચ્છ પોલીસે દારૂ અંગેની બે જુદી જુદી કાર્યવાહી કરીને રૂા. 40,850નો શરાબ હસ્તગત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન એક ઈસમ પકડાયો હતો, જ્યારે એક હાજર મળ્યો ન હતો. શહેરની જૂની સુંદરપુરીમાં ગરબીચોક નજીક રહેનાર ભાવેશ રામજી વિગોરાના કબજાનાં મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. અહીંથી જુદા જુદા બ્રાન્ડના 192 ક્વાર્ટરિયા કિંમત રૂા. 32,450નો શરાબ કબ્જે કરાયો હતો, પરંતુ આ ઈસમ ઘરે હાજર મળ્યો નહતો. બીજી કાર્યવાહી ભચાઉના યશોદાધામમાં કરવામાં આવી હતી. અહીંથી સતીશ આનંદરાય ચૌધરીની ધરપકડ કરી તેના કબજાનાં મકાનમાંથી રૂા. 18,400ના 184 ક્વાર્ટરિયા કબ્જે કરાયા હતા. બંને દરોડામાં દારૂ કયાંથી આવ્યો હતો તે બહાર આવ્યું નહોતું.