કિડાણામાં પોલીસનું બોડી વોર્ન કેમેરા ગુમ થતાં દોડધામ
ગાંધીધામ તાલુકામાં કિડાણામાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસનું બોડી વોર્ન કેમેરા ગુમ થઇ જતાં પોલીસમાં દોડધામ મચી હતી. કિડાણા ગામના વથાણ ચોકમાં ગત તા. 25/8ના સાંજના અરસામાં બનાવ બન્યો હતો. જન્માષ્ટમી મેળા બંદોબસ્તમાં બી-ડિવિઝનના ગુમાનસિંહ તથા અન્ય પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા. પોલીસકર્મીઓ વથાણ ચોકમાં બોડી વોર્ન કેમેરાથી રેકોર્ડિંગ કરી રહ્યા હતા, દરમ્યાન ગુમાનસિંહે લગાવેલું આ કેમેરા ભીડમાં ક્યાંક પડી ગયું હતું. જે અંગે બાદમાં જાણ થતાં પોલીસ દોડધામમાં મુકાઇ હતી, પરંતુ કેમેરા મળ્યું નહોતું. રૂા. 56,000ના આ કેમેરા અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.