ભુજમાં બાઇક ચોરનારને પકડી ચોરીનો ભેદ ઉકેલાયો

copy image

copy image

થોડા દિવસો પૂર્વે ભુજના હોસ્પિટલ રોડ મધ્યે ડો. મુકેશ ચંદેની હોસ્પિટલ પાસેથી બાઇકની ઉઠાંતરી કરનારા ઈસમને ચોરાઉ બાઇક સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપી આ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. બી-ડિવિઝનના હે.કો. મયૂરસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે આર.ટી.ઓ. સર્કલથી ભુજિયા રિંગ રોડ તરફ વોચ ગોઠવી આરોપી સમીર ઇસ્માઇલ થેબા (રહે. ચાંદ ચોક-ભુજ)ને ઝડપી પૂછતાછ કરતાં તેણે સ્પ્લેન્ડર બાઇક ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ રિકવર કરી બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.